General Secretary's Message

Card image
પ્રસન્નભાઈ એન પોલરા

પ્રસન્નભાઈ એન પોલરા

પટેલ સમાજે વિદ્યાર્થીઓને સનદી સેવાઓ માટે પરિણામલક્ષી તાલીમ આપવી હશે તો અમદાવાદ સ્થિત સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) જેવી હોનહાર સંસ્થાને મોડેલ તરીકે સ્વીકારીને આ દિશામાં હેતુલક્ષી પ્રયાસો હાથ ધરવા પડશે. સ્પીપામાં સનદી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની તાલીમ લેનારા વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે જવલંત સફળતા મેળવે છે. તે નક્કર હકીકત છે. અહીં ઉચ્ચ ગુણવત્તાસભર તાલીમ આપવામાં આવે છે. પસંદગી માટેનું ધોરણ ઘણું ઉંચુ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પસંદગીથી માંડીને તાલીમના દરેક તબક્કે ગુણવત્તાના મુદ્દાને ટોચની અગ્રતા આપવામાં આવે છે. તાલીમાર્થીઓને આવાસ, ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરીપાડવામાં પણ કવોલિટીનો મુદ્દો કયાંય જરીકે ભૂલાતો નથી. અત્રે વિદ્યાર્થીઓ માટે પોણા લાખ જેટલા અભ્યાસાત્મક પુસ્તકો ધરાવતી સમૃદ્ધ લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે. તાલીમ આપવા અને અભ્યાસ કરાવવા દિલ્હી સહિતનાં શહેરોના વિદ્વાન, નિષ્ણાંત અને અભ્યાસી પ્રાધ્યાપકો તથા તજજ્ઞોની સેવા લેવામાં આવે છે.

પટેલ સમાજે સનદી સેવાઓ ક્ષેત્રે ગુણવત્તાસભર તાલીમ આપવી હશે તો સ્પીપાને મોડેલ તરીકે સ્વાકારીને તેવી સુવિધા ધરાવતી ગુણવત્તાસભર સંસ્થાનું નિર્માણ કરવું પડશે.

પ્રસન્નભાઈ એન પોલરા